Savera Gujarat
Other

અમદાવાદમાં 15મીએ યોજાશે દ્વિતીય જોનપુર મહોત્સવ 2024

સવેરા ગુજરાત,અમદાવાદ ,તા.14

આવનાર 15 જૂને અમદાવાદના સિટીએમ ખાતે આવેલ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે દ્વિતીય જોનપુર મહોત્સવ 2024 ઉજવવામાં આવશે.

આ મહોત્સવ જીતેન્દ્રસિંહ રાજપૂત, સંયોજક અને ડૉ. અરવિંદસિંહ, ઉપાધ્યક્ષના સંકલન, સંગઠન તેમજ સંચાલન હેઠળ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સીમા દ્વિવેદી, સાંસદ, જોનપુર, ઉત્તર પ્રદેશ, કૃપાશંકરસિંહ, પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ, મહારાષ્ટ્ર જોનપુર, ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે શ્રી રમેશ મિશ્રા, ધારાસભ્ય, બદલાપુર જોનપુર, સંજયસિંહ, પ્રવક્તા, ભાજપ મહારાષ્ટ્ર, ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભા જૈન, હસમુખ પટેલ, સાંસદ અમદાવાદ પૂર્વ, દિનેશ મકવાણા, સાંસદ અમદાવાદ પશ્ચિમ, ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી, પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ગૃહમંત્રી, બાબુસિંહ જાદવ, ધારાસભ્ય, વટવા સહિત અન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં વસેલા અને વિવિધ ક્ષેત્રે પ્રતિભા મેળવનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવશે.

જોનપુર વિશે વાત કરવામાં આવે તો ગોમતીનદીના કિનારે વસેલો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો જેની આજુબાજુ વારાણસી, આઝમગાઢ, ફૈઝાબાદ, સુલતાનપુર, પીથોરગઢ જેવા જિલ્લાઓ આવેલ છે અને અલ્લાહાબાદ, ગાઝીપુર, લખનૌ અને ગોરખપુર જેવા શહેરો સાથે સંકળાયેલું છે જે ખાસ કરીને કૃષિ બજાર કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. જોનપુરની વાત કરવામાં આવે તો આસપાસ ફુલોના બગીચા અને તે અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો, ફળફલાદી અને શાકભાજીના વ્યાપારનું મુખ્ય કેન્દ્ર છે. જોનપુરમાં માં શીતલા ચોકીયા ધામ આવેલ છે જેની પવિત્રતાને લીધે આ ભૂમિ વધુ પવિત્ર બની જાય છે.

સંયોજક જીતેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતું કે જોનપુરથી લોકો અહીં ગુજરાતના વિવિધ શહેરોમાં ધંધાકીય, વ્યવસાયે આવેલ છે અને સ્થાયી બન્યા છે. પરંતુ પોતાના માદરે વતનનો પ્રેમ સદૈવ કોઈપણ વ્યક્તિના હૃદયમાં જીવંત જોવા મળે તેમ અહીં અમદાવાદ અને અન્ય શહેરોમાં વસતા લોકો દ્વારા પણ આ માદરે વતનનો પ્રેમ બહાર પણ જળવાઈ રહે અને આવનાર પેઢી પણ આ વતન પ્રત્યેનો પ્રેમ સમજી શકે અને આગળ આવનાર પેઢીને પણ તેના વિશે જણાવી શકે તે માટે અમદાવાદ ખાતે બીજા વર્ષે પણ જોનપુર મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતભરથી ગુજરાતમાં વસતા લોકો પણ ઉપસ્થિત રહેશે.

Related posts

IKDRC-ITC ડાયરેક્ટર દ્વારા રિવરફ્રન્ટખાતે વિશ્વ કિડની દિવસ નિમિત્તે પેડલ અ સાયકલ ફોર ઓર્ગન ડોનેશન ફ્લેગ ઓફ કરાયું.

saveragujarat

અમદાવાદની અસારવા ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિની તૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’ યોજાઈ

saveragujarat

દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા દ્વારા દેશને મળે છે નવા રાષ્ટ્રપતિ

saveragujarat

Leave a Comment