સવેરા ગુજરાત,અમદાવાદ,તા.09
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશી થી વટવા અને રામોલ વોર્ડમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા કેન્દ્રમાં સમાજના જરૂરિયાત ધરાવતા લોકોને દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ શકે તેમ જ તમામ સરકારી લાભો સરળતાથી મળી શકે તે હેતુથી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.આ સેવાકેન્દ્રમાં સરકાર સાથે સંકલન કરી મફત આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે તેમજ વૃદ્ધ પેન્શન સહાય વિધવા પેન્શન સહાય વિકલાંગ લોકો માટે સાધન સહાય , વિવિધ સરકારી યોજનામાં લાભ માટે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સમાજને મદદ કરવામાં આવશે . ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વટવા તેમજ રામોલ વિસ્તારમાં સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર એ જણાવ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાજી ના વિશેષ સહયોગ થી સવાકેન્દ્ર શરૂ થઈ શક્યા છે..જે બદલ સમાજ એમનો સદાય આભારી રહેશે..
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહે જણાવ્યું કે સેવા પરમોધર્મ ના માર્ગે ચાલવાના હેતુથી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં અમદાવાદ ના જુદા જુદા વિસ્તારમાં આવા સેવાકેન્દ્રો શરૂ કરવામાં આવશે..