બાયડ તાલુકાના આંબલીયારા જીતપુર ગામમાંથી તારીખ-7/ 12 /2019 ના રોજ રાત્રે ઓડ જયંતીભાઈ બાબરભાઈ ના ઘર આગળ પોતાના બંને બળંદબાંધેલા હતા જેરાત્રે 3-00 કલાકે ના સુમારે કોઈ અજાણ્યા ઇસમો આવી બંને બળદચોરી ગયેલ હતા જેથી તારીખ 8 /12/ 2019 ના રોજ આંબલીયારા પોલીસ સ્ટેશન માં ચોરાયેલબંને બળદ ની ચોરીની ગુનાહિત ફરિયાદ નોંધાવેલી હતી અને એ જ દિવસથી ચોરાયેલ બંને બળદ પરત આવશે તો પોતે માલિક માઈ ભક્તે પોતાની મેલડી માતાજીની માનતા રાખી હતી જે પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયા બાદ તેઓને તેમના ચોરાયેલ બળદના સમાચાર મળતા તારીખ 9/ 12 /23 ના રોજ સૌરાષ્ટ્રનું રાજકોટ શહેરથી દૂરભાણવટ ત્રણ પાટીયા ગામ ખાતે સ્થળ ઉપર રૂબરૂ જવાથી હાજર મારો એક બળદ જોવા મળેલ હતો જે ચોરાયેલ બળદ ની જાણ કરવા અને બળદ પરત લેવા માટે તારીખ 7/1/ 2024 ના રોજઆંબલીયારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નો રૂબરૂ સંપર્ક કરતા તેઓ દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશન ના પોલીસસબ ઇન્સ્પેક્ટર સાહેબ ને ચોરાયેલ બળદ પરત અપાવવા બાબતે ફોનિક ચર્ચા કરેલ હતી તેના અનુસંધાને પોલીસ સ્ટેશનના હાજર બીટ જમાદાર દ્વારા ચોરાયેલ બળદ પરત અપાવવા જે તે સ્થળના પશુહિત કલ્યાણકારી વહીવટ કરતા લાલાભાઇને ફોનિક ચર્ચા કરી બળદ મૂળ માલિકને પરતઆપવા જણાવવામાં આવેલ હતું જેથી તારીખ 9/ 1 /2024 ના રોજ ઇકો ગાડી તથા ડાલા સાથે ચોરાઈ ગયેલ બળદ લેવા માટે રવાના થયા હતા.
રાજકોટ શહેર થી 180 કિલોમીટર દૂર આવેલ ભાણવડ જોડે ત્રણ પાટીયા સ્થળ ઉપરથી ખુલ્લી જગ્યાએ ગાયો સાથે બેસેલ બળદ હેમખેમ પરત મળી આવેલ હતો અને તે સ્થળ થી ચોરાયેલ બળદ પરતલઈ વતને આવ્યા હતા જે બળદના માલિકે અને માઈભક્ત દ્વારા પોતાનીમસાણી મેલડીમાતાજીની અતૂટ વિશ્વાસ સાથેની ટેકસાથેમાનતા રાખવામાં આવેલ હતી કે જે દિવસે મારા ચોરાયેલ બંને બળદ ઘરે પરત આવશે તે દિવસે મળેલ બળદનુ કંકુ ચોખા અને ફૂલો દ્વારા વધામણા કરીશ અને ડીજે સાઉન્ડ સાથેમારા ઘરેથી વાગતે ગાજતેવલ્લી વાળી સિકોતર માતાજી નામંદિરે દર્શન કરાવીશ ત્યારબાદ મારા ખેતરમાં આવેલા મસાણી મેલડી માતાજીના મંદિરે બળદ સાથે વાગતે ગાજતે ડીજે સાઉન્ડ સાથે વરઘોડો કાઢીશ તેવી અતુટ વિશ્વાસ ટેક સાથેની માનતા રાખવામાં આવેલી હતી.
જે આજરોજ તારીખ 12 /1/ 2024 ના રોજ 9:00 કલાકેતેઓના ઘરેથી બળદ સાથેનો વરઘોડો વલ્લીવાળી સિકોતર માતાજીના મંદિરે બળદ સાથેપહોંચી તમામ કોઈ ઉપસ્થિત માઇ ભક્તોએ અને તમામ ગ્રામજનોએ માતાજીના દર્શન કર્યા હતા ત્યારબાદ ડીજે સાઉન્ડ સાથે તેઓના પોતાના ખેતરમાં આવેલા પોતાની મસાણી મેલડી માતાજીના મંદિર ની રાખેલ અતૂટ વિશ્વાસટેકની માનતા પરિપૂર્ણ કરવા માટે પોતાનાખેતર માં આવેલા પોતાના માતાજીના મંદિરે પહોંચી અને સૌ કોઈએ બળદ સાથે માતાજીના દર્શન કર્યા હતા અને બળદનું ફૂલ કંકુ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા આ વરઘોડામાં રાસ ગરબા સાથે તમામ ગ્રામજનો ખૂબજ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રીતે પોતાની રાખેલ માતાજીની અતૂટમાનતા પૂર્ણ કરેલ હતી અને માતાજીની પ્રસાદી લઈ સૌ છૂટા પડ્યા હતા.