Daily Newspaper

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

 

ગાંધીનગર, : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.

રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ ૫ ફેબ્રુઆરી થી ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર મેહુલ દવે , મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

Shivkumar Sharma

error: Content is protected !!