Daily Newspaper

આશરે 35 વર્ષ બાદ કેડીપીના સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓનું G2G યોજાયું..

આશરે 35 વર્ષ બાદ કેડીપીના સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓનું G2G યોજાયું..

 

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિદ્યાર્થીકાળનો અમૃત સમય કાંઈક અલગ જ હોય છે. અભ્યાસના ઉત્સાહ સાથે સાથે મસ્તી અને મિત્રોની મિત્રતા.. કાંઈક આવું જ જોવા મળ્યું આશરે 35 વર્ષ બાદ ભેગા થયેલા મિત્રોના જમાવડામાં.

પાટણ ખાતે આવેલ કે ડી પોલીટેકનીકમાં વિવિધ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા ભતપૂર્વ સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ આશરે 35 વર્ષ બાદ એક છત નીચે એકઠા થતા હર્ષોઉલ્લાસની લાગણી જોવા મળી હતી.

અભ્યાસ પૂર્ણ કરી સૌ કોઈ પોતપોતાના સંસાર અને કાર્યમાં જોડાયા અને જીવનપથ પર આગળ વધ્યા પરંતુ આશરે 35 વર્ષો બાદ એકબીજાને મળવાનો સ્વર્ણિમ અવસર મળતા આ ઉત્સવ અવિસ્મરણીય બની ગયો.

ગાંધીનગર પાસે આવેલ એક ફાર્મમાં શૈલેષભાઇ ગામી અને સેમેક્ષ પટેલના સંચાલન અને સફળ આયોજનના સહિયારે તમામ મિત્રોને વર્ષો બાદ એક છત ના નીચે એકઠા કરવાના વિચારે એક શામ કેડીપી કે પ્રખર પંછી કે નામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૌ વિદ્યાર્થી કાળના મિત્રો એકઠા થયા અને એકબીજાને મળતા વર્ષો બાદ કોઈ પોતાનું વહાલું ઘેર આવે અને જે સંવેદના જાગે તેવી હર્ષની લાગણી સાથે સ્થિતિ જોવા મળી હતી.

આ પ્રસંગે સર્વેએ કેડી પોલીટેકનીકની વિદ્યાર્થી કાળની જૂની યાદોના સ્મરણોને તાજા કર્યા. તો બીજી તરફ જાની-જેડીની જોડીએ ના મધુર સ્વરે હૃદયસ્પર્શી ગીતો દ્વારા તો ગિરીશ-પીયૂષની એકરિંગે આ સાંજને વધુ મધુર અને રમણીય બનાવી. જાની-જેડીના સ્વરે માહોલ ઉન્માદભર્યો બનતા સૌ કોઈએ ઉંમર ભુલાવી વિદ્યાર્થી કાળના જોશ સાથે મન મુકીને ઝૂમતા જોવા મળ્યા હતા.

આ પ્રસંગે કોલેજના સિનિયર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા નીતિન પટેલ તુષાર પટેલ, દશરથ દેસાઈ, પિયુષ પટેલ, મહારાજ, ગીરીશ, જેડી, તો સાથે સાથે જુનિયર એવા કિરણ પટેલ, પરાગ ચોકસી, આશિષ પટેલ, સંજીવ રાજપૂત, પ્રબોધ પટેલ, કલ્પેશ પટેલ, જયેશ પટેલ-જેબી, ભાવેશ બીલીમોરા, હિમાંશુ દરજી, જીગ્નેશ જાની, કલ્પેશ પટેલ-પાટણ ઉપસ્થિત રહ્યા હતા.

સમી ઢળતી સાંજે સૌ કોઈએ જાની-જેડી અને પિયુષ પટેલના જુના ગીતો દ્વારા ફાયર કેમ્પનો લહાવો લીધો અને રાત્રી ભોજ બાદ આ સફળ આયોજન અને સંચાલન બદલ શૈલેષ ગામીનો આભાર વ્યક્ત કરતા એકબીજાને ફરી મળવાની આશા સાથે વિખુટા પડ્યા હતા.

Shivkumar Sharma

error: Content is protected !!