સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બો
25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવાય છે. જે નિમિત્તે રાજ્યના ગૃહ મંત્રી હર સંઘવીને માર્ગદર્શન હેઠળ રાજ્ય સંયોજક કૌશલ દવેની આગેવાનીમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન આદરી અટલજીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તે નિમિત્તે આજરોજ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના જિલ્લા સંયોજક રાહુલપુરી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ સંયોજકો તથા સમર્થક મિત્રો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા