સવેરા ગુજરાત
રાકેશ નાયક ,ઇડર
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બુઢિયા ગામે ગામતળમાં આડેધડ કરાયેલા ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી કામે લગાડીને પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
ઇડર તાલુકાના બુઢિયા ગામે સોમવાર રોજ પંચાયત દ્વારા ગામતળ અને કોમન પ્લોટ સહિતના કાચા ને ખુલ્લા,ઉકરડા સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવા
તલાટી કમ મંત્રી વિપુલભાઈ ,વહીવટદાર નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવતા દબાણો કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.