મહિલાઓ, યુવાઓ, ગરીબો અને ખેડૂતોને વર્ષ 2025માં રજૂ થનાર બજેટમાં મુખ્ય મુદ્દાઓ તરીકે રજૂ કરવામાં આવશે. રોટી, કપડા અને મકાન જેમ સામાન્ય માનવીની પ્રાથમિકતા છે તેમ બજેટ માટે મહિલાઓ, યુવાઓ, ગરીબો અને ખેડૂતો પણ પ્રાથમિકતા થઇ શકે છે. આ તમામ મુદ્દાઓ પર નાણા મંત્રાલય ખાસ ધ્યાન આપશે. ગયા વર્ષે આ તમામ 4 બાબતો પર 33 ટકા ભાગ આપવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે આ બાબતે વધુ ભાગ આપવામાં આવી શકે છે.
બજેટમાં ખાસ જોગવાઇઓ
સામાન્ય માનવીની શક્તિઓને ઓછી ન આંકવી જોઇએ. આ વાતનો અહેસાસ ગયા વર્ષે જ લોકસભા ચૂંટણી દરમિયાન થઇ ગયો છે. ત્યારે આ સામાન્ય જનતાને માટે બજેટમાં વધુ ધ્યાન કેંદ્રીત કરવામાં આવી રહ્યુ છે. સામાન્ય વર્ગને વધુ રાહત મળે તે માટે વર્ષ 2025માં ખાસ જોગવાઇઓ બજેટમાં જોવા મળી શકે છે. જે નીતિઓ આગળ ન થઇ હતી તેના પર વધુ ભાર મુકાશે.
પ્રાથમિક જરુરીયાત મહત્વની
સરકારના નજરમાં સામાન્ય માનવી કોણ છે. તે અંગેનો પ્રશ્નો તમામના મનમાં ઉઠી રહ્યા છે. પરંતુ જો સરકારની યોજનાઓ પર નજર કરીએ તો મહિલાઓ, યુવાઓ, ગરીબો અને ખેડૂતો પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. અને ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન આ મુદ્દાઓ જ નેતાઓના મુખે સાંભળવા મળે છે. મોદી 3.0નું પ્રથમ બજેટ જુલાઇમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. તેમાં બજેટના 33.6 ટકા ભાગ આ ચાર મુદ્દાઓને આપવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દાઓ રોટી, કપડા અને મકાનની જેમ પ્રાથમિક જરુરીયાત બન્યા છે.
મહિલાઓ પર ખાસ નજર રાખવામાં આવશે
મિશન શક્તિ, માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના જેની મહિલા કેંદ્રીત યોજનાઓ માટે ધન રાશિ વધારવાની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. કૈપ્રી લોનના મૈનેજિંગ ડાયરેક્ટર રાજેશ શર્માએ જણાવ્યુ હતુ કે,, સુરક્ષા, શિક્ષણ અને માતૃ સ્વાસ્થ્યના લાભના માધ્યમને ધ્યાનમાં રાખી આ તમામ મહિલા કેંદ્રીત યોજનાઓને વધુ બજેટ મળવાની શક્યતા છે.
ખેડૂતો માટે ખાસ જોગવાઇ
કૃષિ અને ગ્રામીણ વિકાસ એ સરકારની કલ્યાણ પ્રાથમિકતાના કેંદ્ર સ્થાને છે. બજેટ 2024માં મોટા ભાગની યોજનાઓ અને કેબિનેટના નિર્ણય જનતા માટે લાભકારક રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે વધુ ઉપયોગી રહે તે માટે ખાસ ધ્યાન અપાશે.