દિલ્હી વિધાનસભામાં કુલવંત રાણાનું વલણ જોઇને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યુ કે, ધમકાવશો નહીં. સદનમાં પોતાના હકની વાત કરવા માટે ધારાસભ્યને અધિકારી છે. સદનમાં કાર્યવાહી શરુ થતા આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાભ્યો આમને-સામને આવી ગયા હતા. અને હોબાળો સર્જાયો હતો. કુલવંત રાણા જ્યારે પોતાના ક્ષેત્રના રસ્તા-માર્ગની સ્થિતી સદનમાં રજૂ કરી રહ્યા હતા. ત્યારે આ હંગામો શરુ થયો હતો.
દિલ્હી વિધાનસભામાં હોબાળો
ભાજપના ધારાસભ્યનું આવા પ્રકારનું વર્તન જોઇને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યુ કે ધમકી ન આપશો. જે બાદ બંને ધારાસભ્યોમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ તમામની વચ્ચે સ્પીકર વિજેંદ્ર ગુપ્તાએ બંને ધારાસભ્યોને પોતાના સ્થાને બેસવા આદેશ આપ્યો હતો. અને બાદમાં મામલો થાળે પડ્યો હતો. દિલ્હી વિધાસભામાં આગામી બજેટ સત્ર માટે મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યુ હતુ કે, પીએમ મોદીના વિકાસ મોડેલને સાકાર કરવા માટે અને સમાજના દરેક વર્ગના લોકોનું મંતવ્ય જોઇશે. જનતાના સુચનો મેળવવા માટે એક વ્હોટસઅપ નંબર અને એક ઇમેલ આઇડી જાહેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો પોતાના સૂચનો આપી શકશે. મંત્રી સિરસાએ જણાવ્યુ હતુ કે આ સુચનોથી રૂપરેખા વધશે અને દિલ્હીના વિકાસમાં યોગ્ય મદદ મળી રહેશે.
ધારાસભ્યોની ઉગ્ર બોલાચાલી
વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યોની બોલાચીલ અને હંગામો વધુ થતા કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો હતો. આ વિક્ષેપ બાદ સ્પીકરે પોતાનુ ઉગ્ર સ્વરૂપ બતાવતા મામલો થાળે પાડ્યો હતો. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને સદનમાં હોબાળો કરતા ચર્ચા સુચારુ રૂપથી શરુ કરવામાં મુશ્કેલી પડી હતી.