બાયડ, અરવલ્લી જિલ્લામાં પ્રવાસન સ્થળોમાં શામળાજી જેવા અનેક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે બાયડ તાલુકાનું વાત્રક નદીના કિનારે આવેલું અને અરવલ્લીનું કાશી ગણાતું ઝાંઝરી એ સમગ્ર ગુજરાતમાં પાણીના ધોધ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું રહ્યું છે.. શનિ રવિ ની રજાઓમાં અને અન્ય રજાઓમાં અમદાવાદ વડોદરા અને મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાન લોકો અહીંયા કુદરતી સૌંદર્યની મજા માણવા માટે આવતા હોય છે. તદુપરાંત ઝાંઝરી એક વેડિંગ ડેસ્ટિનેશન પણ બની ગયું છે લગ્નના પ્રિ શૂટિંગ માટે દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે. યુવાનોના હૃદયમાં ઝાંઝરીનું સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે આ સમયે અહીંયા અનેક યુવાઓ આ સૌંદર્યની મજા માણવા માટે આવે છે ત્યારે ત્યાં નજીક આવેલા પાણીના ધોધમાં નાહવા જતાં લપસણી જગ્યાના કારણે ઊંડા ધરામો સરકી પડે છે. આ ધરામાં અત્યાર સુધીમાં 100 થી વધારે યુવાનો મોતના મુખમાં ધકેલાયા છે આકર્ષણને કારણે યુવાનોને આ બાબતે રોકવા પણ ઘણીવાર અઘરું પડતું હોય છે તો ક્યારેક સ્થાનિક લોકોના યુવાનોને રોકવાના પ્રયત્નોને પણ અઘરું પડતું જોવા મળે છે.
અહીંયા આ ધરાથી બચી જાય તે માટે ત્યાં રજાના દિવસોમાં હોમગાર્ડના જવાનોને મુકવા પોલીસ વિભાગે વિચારવું જોઈએ આ ઉપરાંત આ જગ્યાએ ફરવા જવા માટે ડાબા થઈને ઝાંઝરી જવું પડે છે જ્યાં સાંકડો રસ્તો વાહનોની અવરજવર માટે મોટી તકલીફ ઊભી કરે છે જેથી રસ્તાને પહોળો બનાવવાનો અને રસ્તાની આજુબાજુ લગાવવાનું વિચારવું જોઈએ. આ ઉપરાંત આસપાસના જોધપુર જેવા ગામોમાંથી પણ લોકો ત્યાં જતા જોવા મળે છે ત્યારે તે બાજુ પણ એક સારા રસ્તાની વ્યવસ્થા થાય તે અત્યંત જરૂરી બન્યું છે બરોબર છે.
અનેક સ્થળોથી આવતા લોકો અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લોકો પણ આ સુંદર પ્રવાસન સ્થળને સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે તો બાયડ તાલુકાના ઝાંઝરી ની આજુબાજુના ગામોનો પણ મોટો વિકાસ થાય તેવી શક્યતાઓ છે પણ આ બાબતે તંત્રમાં કોણ રજૂઆત કરશે તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગે છે.