Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ માવાના 9 નમૂના લઈ પરીક્ષણ માટે

મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ માવાના 9 નમૂના લઈ પરીક્ષણ માટે

[ad_1]

દિવાળીના તહેવાર પહેલાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાદ્ય ચીજોની તપાસ શરૂ કરાઈ.દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અરવલ્લીમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

અગાઉ મીઠાઈ સહિતની અનેક ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે. જ્યારે સોમવારે મોડાસામાંથી માવાના 9 નમૂના મેળવી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સોમવારે મોડાસા શહેરમાં માવાના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા શ્રી જોધપુરી સ્વીટ માર્ટ, સુદામા માવાવાળા,રામભાઈ માવાવાળા અને જય ભવાની રસ મલાઈ એન્ડ સ્વીટ માર્ટમાંથી માવાના ફોર્મલ ત્રણ અને સર્વેલન્સ છ મળી 9 નમૂના લીધા હતા અને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ,ફરસાણ,વિવિધ મસાલા અને પેકિંગ વસ્તુઓના નમૂના લેવામાં આવી રહ્યા છે ત્યારે અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ માવા અને મીઠાઈના નમૂના મેળવી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો લાખો રૂપિયાની મીઠાઈ દિવાળીના તહેવારોમાં લોકો આરોગી જશે ત્યારે ત્યારે કોઈ નમૂનો અખાદ્ય હોવાનું સામે આવે તો લોકોના આરોગ્યની જવાબદારી કોની તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,દશેરા પર્વ નિમિત્તે લાખો રૂપિયાના ફાફડા અને જલેબી લોકોએ ખાઈ લીધા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 11 થી 13 ઓક્ટોબર સુધીમાં ઘી ના છ,ફાફડાના ત્રણ,ચટણીના ત્રણ અને પનીરના 10 નમૂના તેમજ તૈયાર ખોરાકના હોટલમાંથી ત્રણ નમૂના મેળવી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

[ad_2]

Source link

Related Post