ઉનાળાની ધીમા પગલે શરૂઆત થઈ રહી છે ત્યારે બજારમાં અત્યારથી જ ઠંડા પીણાનું વેચાણ શરૂ થવા લાગ્યુ છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો ધમધાટ શરૂ કરવામાં આવ્યો છે.
દરમ્યાન મોડાસામાં એક પાન પાર્લરમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક્સપાયર ડેટ વાળા ઠંડા પીણાના નમૂના મેળવી તપાસ માટે મોકલ્યા હતા અને ઠંડા પીણા વેચનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મોડાસામાં પેલેટ ચોકડી સામે આવેલ જે.ડી.પાન પાર્લરમાં તપાસ હાથ ધરી હતી એક્સપાયર ડેટ વાળા ઠંડા પીણા જપ્ત કર્યા હતા. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સના ડેઝીગ્નેટેડ ઓફિસરે જણાવ્યુ હતું કે,જુદી-જુદી કંપનીના ઠંડા પીણાના પાંચ નમૂના મેળવવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે એક્સપાયર ડેટવાળા ઠંડા પીણા વેચનાર જે.ડી.પાન પાર્લરના જયેશ ડાહ્યાભાઈ દવે સામે કાયદેરસની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે. ઉનાળાની શરૂઆત પહેલાં જ બજારમાં અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી શરૂ કરતાં આવા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.