જામનગર, : જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની નગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો નિર્ભિક રીતે મતદાન કરી શકે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરી શકે તે હેતુથી જામનગર પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ તથા નાયબ કલેકટર ધ્રોલ સ્વપ્નિલ સિસલ , પ્રો. IPS અક્ષેશ એન્જિનિયર તથા ના.પો અધિક્ષક જામનગર ગ્રામ્યના રાજેન્દ્ર દેવધા તથા એલ.સી.બી પી.આઈ વી. એમ. લગારિયા તથા પંચ એ પો. સ્ટેના પી.આઇ એમ. એન. શેખ તથા ધ્રોલ પી.આઈ એચ.વી.રાઠોડ સહિત અનેક પોલીસ તથા હોમગાર્ડ તથા જી.આર.ડી સ્ટાફ સાથે પંચ એ પોલીસ સ્ટેશન સંવેદનશીલ વિસ્તાર અને ધ્રોલ શહેરના સંવેદનશીલ બૂથ અને બિલ્ડિંગ તથા સ્ટ્રોગ રૂમની મુલાકાત લેવામાં આવેલ અને તથા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ…
ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
