Daily Newspaper

મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

 

ગાંધીનગર, : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

રાજપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જન્મદિવસની સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો

Shivkumar Sharma

error: Content is protected !!