Daily Newspaper

Modasa: હરિયાણાથી અમદાવાદ તરફ લઈ જવાતો 10.80લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

Modasa: હરિયાણાથી અમદાવાદ તરફ લઈ જવાતો 10.80લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો


શામળાજી નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. ટ્રકમાંથી 10.80 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાલકની ધરપકડ કરાઈ હતી.

જ્યારે દારૂ ભરી આપનાર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. દારૂ ભરેલી ટ્રક હરિયાણાથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે રતનપુર બોર્ડર નજીકથી ઝડપી લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નં.એચ.આર.પપ.એ.એફ.8982 અટકાવી પોલીસે ચાલકની પુછપરછ હાથ ધરી હતી. જેમાં ચાલકે ટ્રકમાં સીટ પેકેટનો સામાન ભરેલ હોવાનું જણાવ્યુ હતું પરંતુ પોલીસને અગાઉથી બાતમી હોય તપાસ કરતાં 7200 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 10.80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને ટ્રક સહિત 21.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને હરિયાણાના ચાલક રોહતાશ રામચંદ્ર ચૌધરીની ધરપકડ કરી હતી. આ શખ્સની પુછપરછમાં હરિયાણાના ગુડગાવથી મોહિત નામના બુટલેગરે ટ્રકમાં દારૂ ભરી આપ્યો હતો અને અમદાવાદ પહોંચ્યા બાદ ક્યાં દારૂ પહોંચાડવાનો છે તે કહેવાનો હતો. જો કે દારૂ ભરેલી ટ્રક અમદાવાદ પહોંચે તે પહેલાં ઝડપી લેવાઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



Source link

error: Content is protected !!