ગાંધીનગર, : પ્રફુલભાઈ પાનશેરીયાએ અખબાર યાદીમાં જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ વિભાગની સંવેદનશીલતાથી કામરેજના લોકોને લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે. વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (CMGSY) અંતર્ગત 3.15 કિલોમીટર લંબાઈના ઊંભેળ-પરબ રોડના વિસ્તરણ (વાઇડનીંગ)ની કામગીરી, જેનો અંદાજિત ખર્ચ રૂ. 1.62 કરોડ (162 લાખ) છે, તેમજ સુવિધાપથ યોજના હેઠળ 0.45 કિલોમીટર લંબાઈના ખાનપુરથી સત્તધામ ગૌશાળા રોડના નિર્માણ માટે રૂ. 70 લાખ મળી કુલ 232 કરોડની મંજૂરી આપવા બદલ સરકારની પ્રશંસા કરી. આ પ્રોજેક્ટ્સથી કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સડક માર્ગની સુવિધા અને સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ સુધારો સાથે ગ્રામીણ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય અને યાતાયાત સુવિધાઓને ગતિ મળશે.
આ નિર્ણયમાં ધારાસભ્ય પાનશેરીયાના સતત પ્રયત્નો અને સરકાર સાથેના સંવાદની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કામરેજ તાલુકાના નાગરિકોએ આ નિર્ણયને સહર્ષ વધાવ્યો.
આ મહત્ત્વપૂર્ણ વિકાસકાર્ય માટે રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ ગુજરાત સરકારના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા માર્ગ અને મકાન વિભાગનો કામરેજની જનતા વતી હૃદયપૂર્વક આભાર કર્યો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યા કે, આ માર્ગો વિસ્તારના લોકો માટે સરળ અને સુગમ પ્રવાસ સુનિશ્ચિત કરશે, તેમજ વિસ્તારના વિકાસને નવી ગતિ આપશે.