Daily Newspaper

ગોધરાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

ગોધરાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

 

ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ 76 માં પ્રજાસત્તાક દિન નિમિતે સરકાશ્રીના નિયમ અનુસાર સૌથી વધારે ભણેલી દીકરી પટેલ જલ્પાબેન પર્વતભાઈના હાથે ધ્વજવંદન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરીને તેમના હાથે ધ્વજવંદન ધ્વજ ફરકાવવાની વિધિ કરવામાં આવી અને આ દીકરીને મહાનુભાવો હસ્તે સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આજના દિવસે દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત બાળકીઓને સમૃતિપત્ર સન્માન કરવામાં આવ્યા હતાં. અને તેમને લાંબુ આયુષ્ય વધે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ વડીલો,શિક્ષકો અને આવેલ મહેમાનો દ્વારા આપવામાં આપ્યા હતાં. આ 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી શાળામાં બાળ ગીત, વાર્તા, નાટકો, ડાન્સ, દેશ ભક્તિ ગીતો સાથે શાળામાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમને શાળાના બાળકો અને ગામના નાગરિકોએ શાંતિ પૂર્વક રીતે નિહાળ્યો અને શાળામાં ઉપસ્થિત તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતાં. આજના દિન નિમતે ઉપસ્થિત ગામના દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રકમ આપવામા આવી હતી.

Shivkumar Sharma

error: Content is protected !!