Daily Newspaper

Ahmedabad-Udaipur હાઈવે પર કાર પુલ પરથી નીચે પટકાતા 4 લોકોના નિપજયા મોત

Ahmedabad-Udaipur હાઈવે પર કાર પુલ પરથી નીચે પટકાતા 4 લોકોના નિપજયા મોત


અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ફુલ સ્પીડે જઈ રહી હતી અને અચાનક તે પુલ નીચે ખાબકે છે જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે,જેમાં 1 મહિલા, 2 પુરૂષ, 1 બાળકીનું મોત થયું છે,ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા દૂર કરીને વધુ તપાસ હાથધરી છે.

પુલ પરથી કાર નીચે પટકાતા 4ના મોત

અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.કાર ફુલ સ્પીડમાં જઈ રહી હતી તે દરમિયાન અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલ પરથી નીચે પટકાઈ હતી જેમાં ઘટના સ્થળે 4 લોકોના મોત નિપજયા છે અને કાર ટોટલી ડેમેજ થઈ ગઈ છે,શામળાજી દર્શન કરીને પરિવાર પરત અમદાવાદ તરફ ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે,પોલીસે પરિવારનો સંપર્ક કરવાની કવાયત હાથધરી છે.

મોડાસાના ગળાદર નજીક અકસ્માત

આ અકસ્માત મોડાસાના ગળાદર ગામ નજીક થયો હતો,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને ગાડીમાંથી બહાર કાઢયો હતો,મહત્વનું છે કે આવી રીતે જયારે અકસ્માત બને છે ત્યારે ઓવર સ્પીડના કારણે જીવ જતા રહે છે અને પરિવારના સભ્યો આ જીવન માટે દુખ ભોગવે છે,તમામ મૃતદેહને શામળાજી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

ટીંટોઈ પોલીસે તપાસ હાથધરી

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ કરી રહી છે,આ ઘટનામાં જે પરિવારજનો છે તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તપાસનો દોર ચાલી રહ્યો છે,એક સાથે 4 લોકોના મોત થતા અરવલ્લી પંથકમાં પણ શોકની લાગણી છવાઈ છે.પોલીસે આસપાસ જે સ્થાનિકો હતા તેના નિવેદનો પણ લીધા છે,કારને જોઈને લાગે છે કે કાર નવી જ લીધી હશે અને દર્શન કરવા પરિવાર આવ્યો હશે,ત્યારે કોઈની ટક્કરથી આ ઘટના બની હોય તેવું પ્રાથમિક ધોરણે નથી લાગી રહ્યું. 





Source link

error: Content is protected !!