તલોદના રણાસણમાં મકાન માલિકની જાણ બહાર થયેલ ધિરાણ બાદ બેકના કર્મીઓ રવિવારે કોર્ટના હુકમ અને પોલીસ પ્રોટેક્શન સાથે પ્રોપર્ટી સીઝ કરવા માટે આવતા ભારે હોબાળો મચ્યો હતો. આખરે બેંક દ્વારા મકાન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરતા રીઢા લોન બાકીદારોમા ફ્ફ્ડાટ વ્યાપ્યી ગયો હતો.
વધુમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદના રણાસણ ગામમાં આવેલ બે મજલાના મકાન ઉપર મકાન માલિકની જાણ બહાર કુટુબી ભત્રીજા એએયુ ફાઇનાન્સમાંથી લોન લઈ શરૂઆત ના હપ્તા રેગ્યુલર ભર્યા આદ કુંટુંબ કબિલાને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય પ્રકાશભાઇ જયંતિભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરાર થઈ જતા બેકના હપ્તા નહી ભરાતા બેંકે લિગલી કાર્યવાહીને અંતે પ્રાંતિજ કોર્ટના પ્રોપર્ટી મકાન સીઝના હુકમ અને પોલીસ પ્રોટેક્શન સાથે રવિવારે પ્રોપર્ટી સીઝ કરવા માટે સ્ટાફની ટીમ સાથે દોડી આવતા સૌપ્રથમ પ્રોપર્ટી ધારક પરિવારે આ પ્રોપર્ટી માલિકી તેની પોતાની હોવાના દાવા સાથે જરૂરી આધાર પુરાવા બતાવી સીઝની પ્રક્રિયા અટકાવવા રજૂઆત કરી હતી. પરંતુ બેકના કર્મીઓ ટસના મસ ન થતા આખરે માપણી કરી મકાન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યાની જાણ સમગ્ર તાલુકા પંથકમાં પ્રસરી જતા મુદ્દત વિતી બાકીદારો અને લોન લઈ સમયસર ભરપાઇ નહી કરતા રીઢા બાકીદારોમા ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. આ મુદ્દે મકાન માલિક ચંદુભાઇ શામજીભાઈએ જણાવ્યું હતું કે આ મિલકત મારી છે. મારી જાણ બહાર આ તમામ લોન પ્રક્રિયાનું ષડયંત્ર રચાયું હોઈ ઘણી આજીજી કરવા છતા મારૂ મકાન આજે એયુ ફાઇનાન્સ બેંક દ્વારા કોર્ટના હુકમને આધારે જે કાર્યવાહી કરાઈ છે. તે મુદ્દે તેઓ ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવશે. તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.