Daily Newspaper

ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ગાંધીનગર,  : ગુજરાતની વાયુસેના સંઘ શાખા દ્વારા 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મુખ્ય મથક ખાતે નીલામ્બર ઑડિટોરિયમમાં રાષ્ટ્રીય સુરક્ષાના બહુવિધ વ્યૂહાત્મક પાસાઓ પર આંતરદૃષ્ટિ પૂરી પાડતી કરતી આઠમા ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્ર વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખાસ કરીને ગુજરાતને જે સુરક્ષા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે AFA ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવતી પહેલને પોતાનું માર્ગદર્શન અને સમર્થન આપ્યું હતું. એર માર્શલ નર્મદેશ્વર તિવારી PVSM AVSM VM, AOC-in-C, HQ SWAC, ગાંધીનગર આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત વક્તાઓ અને તેમના વ્યાખ્યાનના વિષયો નીચે મુજબ હતા: એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી PVSM, AVSM, VM (નિવૃત્ત) દ્વારા – “હાલમાં ચાલી રહેલા સંઘર્ષોમાંથી વ્યૂહાત્મક બોધપાઠ” પર વ્યાખ્યાન
લેફ્ટનન્ટ જનરલ પ્રદીપ ચંદ્ર નાયર PVSM, AVSM, YSM (નિવૃત્ત) દ્વારા – “ઉત્તર પૂર્વ ભારત અને આપણા વિતરિત તાત્કાલિક પૂર્વની વ્યૂહાત્મક પ્રાસંગિકતા” પર વ્યાખ્યાન
રીઅર એડમિરલ સુદર્શન વાય. શ્રીખંડે AVSM (નિવૃત્ત) દ્વારા – “ક્વાડ સંવાદ પર ભારતીય દૃષ્ટિકોણ” વિષય પર વ્યાખ્યાન.

ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં ભારતીય વાયુસેનાના એકમાત્ર એવા સભ્ય છે જેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના F-86 જેટ વિમાનો સામે અસમાન યુદ્ધમાં ભાગ લેવા બદલ તેમની હિંમત, બહાદુરી અને ઉડાન કૌશલ્યનું સન્માન કરવા માટ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. F-86 જેટ વિમાનોમાંથી એક વિમાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેઓ શહીદ થયા હતા.

વાયુસેના સંઘની ગુજરાત શાખાના અધ્યક્ષ એર માર્શલ પી.કે. દેસાઈ, PVSM AVSM VSM (નિવૃત્ત)એ કહ્યું હતું કે, “આપણે જે પ્રકારના જોખમો એટલે કે આતંકવાદી સમુદ્રી અને સરહદી જોખમોનો સામનો કરવા અને લાંબા ગાળાની શાંતિ તેમજ આર્થિક સ્થિરતાના માર્ગ પર રહેવા માટે પ્રચંડ હિંમત અને અનુકૂલનશીલતાની જરૂર પડે છે”. વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનોનું નામકરણ ફ્લાઇંગ ઓફિસર સેખોંના નામથી કરવા પાછળ પણ આ જ કારણ છે.

વાયુસેના સંઘ એ ભારતીય વાયુસેનાના નિવૃત્ત કર્મચારીઓનું રજિસ્ટર્ડ સંગઠન છે જેની સ્થાપના એર ચીફ માર્શલ (નિવૃત્ત) અર્જન સિંહ, DFC (ભારતીય વાયુસેનાના માર્શલ) દ્વારા કરવામાં આવી હતી. AFAમાં આજે 8000 કરતાં વધુ વિધવાઓ સહિત 1,00,000થી વધુ સભ્યો છે.

AFA ગુજરાતની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તેનું સંચાલન ગુજરાતમાં સ્થાયી થયેલા વાયુસેનાના ભૂતપૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોની એક પેનલ દ્વારા કરવામાં આવે છે અને ભૂતપૂર્વ સૈનિકો તેમજ વિધવાઓ અને બાળકો સહિત ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને નાણાકીય અને કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે.

Shivkumar Sharma

error: Content is protected !!