સુરત શહેર
તારીખ ૦૫/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સુરત શહેર ઝોન કક્ષાએ કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજવામાં આવેલ હતો. જેમાં પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ગ્લોબલ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવેલ છે. જેમાં પ્રથમ સ્થાને સુગમ ગીતમાં કવાડ નિયતિ પરેશભાઈ, દ્વિતીય સ્થાને નિબંધ લેખનમાં બોદર હેમાંગ પરેશભાઈ અને તૃતીય સ્થાને હાર્મોનિયમમાં કંથારિયા યુગ તરુણકુમાર તેમજ વકૃત્વ સ્પર્ધામાં વિસાવડિયા ક્રિષ્ના વિપુલભાઈ આ વિધાર્થીઓને સંગીત શિક્ષકશ્રી મેહુલભાઈઝવેરી અને તરુણાબેન વાનાણીના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. આ દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ શાળાના આચાર્યશ્રી પ્રજ્ઞાબેન રામોલિયા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
સુરત શહેર જીલ્લા કક્ષાએ કલા મહાકુંભ 2024- 25 માં સુગમગીતમાં કવાડ નિયતિ પરેશભાઈએ 3rd ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.