Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
Modasa: શહેરમાં ડુઘરવાડા રોડ ચોકડી પાસેથી જુગાર રમતા 7 શખ્સો પકડાયા

Modasa: શહેરમાં ડુઘરવાડા રોડ ચોકડી પાસેથી જુગાર રમતા 7 શખ્સો પકડાયા

[ad_1]

મોડાસા શહેરના ડુઘરવાડા રોડ ચોકડી પાસેના એક કોમ્પલેક્ષ પાછળ જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવાયા હતા. બાતમીને આધરે પોલીસે છાપો મારી જુગાર રમતા શખ્સોને દબોચી લઈ રોકડ રકમ, એક વાહન અને ફોન મળી કુલ રૂ.86 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસામાં શનિવારે સાત જુગારીયાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, ડુઘરવાડા ચોકડી નજીક આવેલ મિર્ઝા કોમ્પલેક્ષની પછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેના પગલે પોલીસે છાપો મારી તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જુગાર રમતા શખ્સો પાસેથી 12020 રોકડા, દાવ ઉપર મુકેલા 3660 રૂપિયા, 40 હજારની કિંમતની એક્ટિવા, 30500 રૂપિયાની કિંમતના સાત મોબાઈલ મળી 86180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપી લેવાયેલ શખ્સો વિરૂધ્ધ પોલીસે જુગાર અટકાયતી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો

ફરહાન સલીમભાઈ ચગન, અનીશ આરૂનભાઈ ગોરી, નીજામુદ્દીન સલીમભાઈ મોડાસીયા, સદ્દામ સલીમભાઈ દિવાન, ઈર્શાદ અહેમદભાઈ સુથાર, સફી દાઉદભાઈ ખાનજી, ઈમરાન ઉસ્માનગની સાકરીયાવાલા(તમામ રહે. મોડાસા)

[ad_2]

Source link

Related Post