અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પશ્ચિમ ગાળામાં આવેલા ભુડાસણ અને ગણેશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના અરવલ્લી જિલ્લાઇન્ચાર્જ શ્રી સોલંકી ભુપતસિંહ. તથા અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બાયડ તાલુકા પ્રમુખ શ્રી માનસિહ સોઢા. બાયડ તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ પટેલ પારુલબેન અમરતભાઈ. અરવલ્લી જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયત સદસ્ય પટેલ રમેશભાઈ. બાયડ તાલુકા પંચાયત કચેરીના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને આંબલીયારા સીટના તાલુકા પંચાયત સદસ્ય શ્રી પરમાર પરમાનંદભાઈ.બાયડ તાલુકા સંગઠનના મંત્રી શ્રી ભોલસિહ. બાયડ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી . બાયડ તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી શ્રી પ્રવીણભાઈ. અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ શ્રી પટેલશંકરભાઈ. અરવલ્લી જિલ્લા મીડિયા આઈ.ટીસેલ કન્વીનર શ્રી રાહુલભાઈ ગોસ્વામી બાયડ મામલતદાર કચેરીના પુરવઠા શાખા વિભાગના નાયબ મામલતદાર સાહેબ શ્રી પરમાર મુકુંદભાઈ. બાયડ તાલુકાના પશ્ચિમ ગાળાના લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ આમ બંને ગામડાઓના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો અને નાના નાના ભૂલકાઓ અને સૌ લાભાર્થીઓ હાજર રહ્યા હતા
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ શ્રી સોલંકી ભુપતસિંહ ઉદેસિહ દ્વારા કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રી અને ભારત દેશના માનનીય .યશસ્વી.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ શ્રી ના નેતૃત્વ હેઠળનોશુભ સંદેશ પાઠવીજન કલ્યાણ યોજનાઓ જેવી કે પીએમ કિસાન યોજનાpmfBY. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના. ઉજ્વલા યોજના. પીએમ કૌશલ્ય વિકાસ યોજના .સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ . સૌભાગ્ય યોજના અને શિક્ષણને લગતીઆમ તમામ યોજનાઓ વિશે સૌ લાભાર્થીઓ સુધી અને તેમનાઘર .ઘર. સુધી અને ગરીબ મધ્યમ વર્ગીય સેવાડાના ગામડાના માનવી સુધી પહોંચે ને આ તમામ જનકલ્યાણ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય અને વધુને વધુ તમામ યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેઓ શ્રીદ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ તમામ હાજર ખેડૂત ભાઈઓ અને લાભાર્થીઓ ને આ તમામ યોજનાઓ નુજીણવટ પૂર્વક વિગતવાર યોજનાઓનું સચોટ પારદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તે સૌ ઉપસ્થિત એ આ સચોટ પારદર્શકમાર્ગદર્શનને બિરદાવ્યું હતું આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના મોડાસા માહિતી કચેરી વિભાગ દ્વારા ખૂબ સુંદર અને નાટકીય ભાષા શૈલીમાં વ્યસન મુક્ત. સ્વચ્છ ભારત. પાણી બચાવો. દેશને બચાવો. અને કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની જન કલ્યાણ તમામ યોજનાઓ વિશે નાટ્યકીય ભાષા શૈલીમાં માહિતગાર કર્યા હતા અને આ નાટકીય ખૂબ જ મજાનું એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું અને અંતમાં અરવલ્લી જિલ્લા પંચાયત કચેરીનાકૃષિ વિભાગ દ્વારા કૃષિ ના ઉભાપાકો માં ડ્રોન દ્વારા કેવી રીતે દવાનો છંટકાવ કરવો તે બંને ગામડાઓ મારૂબરૂ પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન દ્વારા તમામ ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓને બટાકા અથવા અન્ય પાકોમાં કેવી રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરવો તેનું લાઈવ ડ્રોન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સૌ કોઈ ઉપસ્થિત ખેડૂત ભાઈઓએ આ કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમમાં સૌ કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રી ની યોજનાઓના લાભ માટે લાભાર્થીઓ માટે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી વિભાગ દ્વારા જુદા જુદા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્ટોલમાં સૌ ઉપસ્થિત અધિકારીશ્રીઓએ તેમની ફરજના ભાગરૂપેતમામ યોજનાઓનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામ જન કલ્યાણ યોજનાઓ વિશે સ્થળ ઉપર જ લાભાર્થીઓને ફોર્મ વિતરણ કરી લાભાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સૌકોઈ હાજર ઉપસ્થિત લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તે માટે કાળજી પૂર્વક સરસ મજાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભુડાસણ ગામના તમામ ગ્રામજનો દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદ લઈ છુટા પડ્યા હતા.