Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
Modasa: અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લીમાં વરસાદ વરસ્યો,વાતાવરણમાં ઠંડક પ્રસરી

Modasa: અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લીમાં વરસાદ વરસ્યો,વાતાવરણમાં ઠંડક પ્રસરી

[ad_1]

ભાદરવો મહિનો આકરો તપ્યો છે અને બાફ તેમજ ઉકળાટથી લોકો તોબાહ પોકારી ઉઠયા છે. ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ બુધવારે સાંજના સમયે અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ તૂટી પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને બાફ અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી.

વરસાદે વિરામ લઈ લીધા બાદ બાદ ભાદરવા મહિનાની આકરી ગરમી પડી રહી છે. છેલ્લા ચારેક દિવસથી તો બપોરના સમયે ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે બુધવારે અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા વરસાદ પડયો હતો.ભિલોડા,માલપુર,મેઘરજ,મોડાસા સહિતના વિસ્તારોમાં મોડી સાંજે અચાનક વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભર તાપ અને અસહ્ય ગરમી પડયા બાદ સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા એક અઠવાડિયાથી પાકને પાણી મળ્યુ ન હોય વરસાદી ઝાપટાથી કેટલાક પાકોને પિયતનો પણ લાભ મળ્યો છે. જિલ્લામાં વરસાદની કોઈ જ આગાહી ન હોવા છતાં અચાનક વરસાદી ઝાપટાને કારણે લોકોમાં દોડધામ પણ મચી હતી.

[ad_2]

Source link

Related Post