AAPના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, એક દિવસ પહેલા જ રાજીનામું આપ્યું હતું..
દિલ્હીમાં એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા તમામ 8 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા છે. આ બધા ધારાસભ્યો દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા ધારાસભ્યોના આ પક્ષપલટાને આમ આદમી પાર્ટી માટે મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પહેલા રાજીનામું આપી બીજેપીમાં જોડાતા રાજકીય રંગ જામ્યો
દિલ્હીમાં એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા આઠ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાશે. દિલ્હી ચૂંટણીમાં મતદાન પહેલાં આ ધારાસભ્યોના પક્ષપલટાને આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધારાસભ્યો વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી ગુસ્સે હતા, જેના કારણે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. જો સૂત્રોનું માનીએ તો, ટિકિટ ન મળતાં આ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હતા.
કયા ધારાસભ્યો ભાજપમાં જોડાયા?
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદન લાલ, આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્મા, માદીપુરના ધારાસભ્ય ગિરીશ સોનીનો સમાવેશ થાય છે.
કેમ રાજીનામું આપ્યું?
અહેવાલ મુજબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એ વાતથી નારાજ હતા કે તેમના નેતાઓએ તેમને અવગણ્યા હતા, ભલે તેઓ વર્ષોથી સંપૂર્ણ પ્રામાણિકતાથી કામ કરી રહ્યા હતા. પાલમથી બે વખત ધારાસભ્ય રહેલા ગૌરે કહ્યું કે હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે મને તમારા (કેજરીવાલ) અને પાર્ટીમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે.
બીજેપીમાં જોડાવા પર AAPની પ્રતિક્રિયા
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ રાજીનામું આપનારા ધારાસભ્યો અંગેના એક સર્વેને ટાંકીને કહ્યું કે તે દર્શાવે છે કે તે બધા પોતપોતાના મતવિસ્તારમાં જનતા માટે ઉપલબ્ધ નહોતા અને તેથી તેમને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી. ધારાસભ્યો બીજા પક્ષમાં જોડાય તે કોઈ મોટી વાત નથી, તે રાજકારણનો એક ભાગ છે.