સાબરકાંઠા જિલ્લાના ઈડર પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર આબોલ પશુ નંદી પર એસિડ એટેક ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઈડર પ્રાંત અધિકારીને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભગીરથ જીવદયા ટીમ દ્વારા આવેદનપત્ર આપી આબોલ પશુઓ પર એસિડ એટેક કરનારા અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે ત્યારે સ્થાનિક તંત્ર સામે પણ જીવદયા પ્રેમીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વોને કાયદા નો પાઠ ભણાવી ને કાર્યવાહી કરવામાં આવે તે અર્થે ઇડર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં અસામાજિક તત્વો સામે કાયદાકીય પગલા ભરવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ જીવદયા પ્રેમીઓ. એ ઉચ્ચારી હતી.