Daily Newspaper

અરવલ્લી એસ.ઓ.જી ને મળ્યો ધનસુરાના રમોસ ગામેથી એક ઉઘાડપગો ડાૅક્ટર

અરવલ્લી એસ.ઓ.જી ને મળ્યો ધનસુરાના રમોસ ગામેથી એક ઉઘાડપગો  ડાૅક્ટર

એસઓજી અરવલ્લીના પોલીસ ઈન્સ્પેક્ટર સી એફ રાઠોડ અને તેમની ટીમ ધનસુરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે રમોસ ગામે તપાસ હાથ ધરતાં અશોકભાઈ બહેચરભાઈ પ્રજાપતિના રહેણાંક મકાનમાં કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડાક્ટરનું રૂપ ધારણ કરી એક બહુરૂપિયો બિમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ રાખી બિમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી તેમજ ગેરકાયદેસર મેડિકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા લોકોને પોતે ડાૅક્ટર નહી હોવા છતાં તપાસી છેતરપિંડી કરી દવા, ગોળી, મેડિકલ સાધનો સાથે કુલ મળીને મુદ્દામાલ રૂપિયા ૧૮,૦૧૮/-સાથે આદરસિહ હિંમતસિંહ રાઠોડ મુળ રહે. કેવન તા. હિંમતનગર ઝડપાઈ જતાં તેની ધરપકડ કરી ધનસુરા પોલીસ મથકે ઈ. પી. કો. કલમ ૪૧૯ તથા રજી. મેડિકલ પ્રેકટીસ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

admin1

error: Content is protected !!