અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બજારમાં પાણી વહેતા થયા હતા,મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાતા સ્થાનિકો તેમજ દર્શન કરવા આવતા લોકોને હાલાકી પડી રહી છે.શામલપુર, અણસોલ, કારછા, રંગપુરમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે.
હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા યથવાત
અરવલ્લીમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે.પાણી ભરાતા આસપાસના સ્થાનિકોને તકલીફ તો છે સાથે સાથે હાઈવે પર પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,આસપાસના ગામના સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.સતત અડધો કલાકથી વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
છેલ્લા બે દિવસથી વરસે છે વરસાદ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે,મોડાસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે,ત્યારે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે,અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે મકાઈનો પાક થાય છે.ત્યારે મકાઈ પકાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ વરસતા નીચાણવાળા ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા છે.પરંતુ હાઈવે પર ભારે માત્રામાં પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.
સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.