Daily Newspaper

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં મહિલા સુરક્ષા સેતુ અને POSH Act પર કાર્યક્રમ યોજાયો.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં મહિલા સુરક્ષા સેતુ અને POSH Act પર કાર્યક્રમ યોજાયો.

 

ગોધરા (પંચમહાલ):   શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા “SETU” Orientation & Workshop, Gender Development અને POSH Act વિષય પર એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જાતિગત સમાનતા અને કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (POSH Act) વિષે અવગત કરાવવામાં આવ્યા હતા.પ્રોગ્રામમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમને આંકડા, કેસ સ્ટડીઝ, શોર્ટ ફિલ્મ્સ અને વિવિધ અન્વેષણાત્મક પ્રવૃત્તિઓ મારફતે વિષય પર માહિતગાર કરવામાં આવ્યા.કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે તેમના ઉદ્બોધનમાં જાતિગત અસમાનતા અને મહિલાઓની સુરક્ષા માટેના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડી, સાથે જ દેશની આર્થિક વૃદ્ધિ માટે પુરુષ અને સ્ત્રી બંનેને શિક્ષણ આપવાનો મહત્વનો પરિપ્રેક્ષ્ય પણ રજૂ કર્યો. DYSP બ્રિંદા જાડેજાએ POSH Actની વિસ્તૃત માહિતી સાથે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ માટેના કાયદાકીય માર્ગદર્શન પ્રદાન કર્યું. અભયમ ટીમની PI કુ. શીતલ બૂટિયાએ ૧૮૧ એપ્લીકેશનના ઉપયોગ અંગે મહત્વની સૂચનાઓ આપી અને વધુમાં, વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરવાની સલાહ આપી.

આ પ્રસંગે, ગોધરા લો કૉલેજના પ્રાધ્યાપક અમિત મહેતાએ અને NGO “આણંદી” તરફથી તરુલતાબેન અને કૈલાશબેને પણ ભાગ લીધો અને જાતિગત અસમાનતા પર ચર્ચા કરી.
કાર્યક્રમના અંતે, પ્રોફેસર સુરેન્દ્રસિંહ ગોહિલે આભાર માન્યતા દર્શાવતાં સમાપન પ્રસંગને પૂર્ણ કર્યું.આ કાર્યક્રમનું સંકલન ડૉ. હેમેન્દ્ર શાહ અને યુનિવર્સિટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Shivkumar Sharma

error: Content is protected !!