Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
મેડિકલ ટૂરિઝમનું હબ બની રહી છે સિવિલ મેડિસિટી ૧૭મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં દેશ-વિદેશના ખ્યાતનામ ડોક્ટર્સે કરી ૧૮ દર્દીઓની જટિલ સર્જરી

મેડિકલ ટૂરિઝમનું હબ બની રહી છે સિવિલ મેડિસિટી ૧૭મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં દેશ-વિદેશના ખ્યાતનામ ડોક્ટર્સે કરી ૧૮ દર્દીઓની જટિલ સર્જરી

અમદાવાદ

નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો તથા ભારતના ૧૨ રાજ્યોમાંથી આવેલા કુલ ૧૭૧ બાળ દર્દીઓની તપાસ તથા સારવાર કરવામાં આવી

સતત પાંચ દિવસ સુધી ચાલી દર્દીઓની સર્જરી, એક સર્જરી પાછળ લાગે છે ૭ થી ૮ કલાકનો સમય

અમેરિકા, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ, કેન્યા, ઇજિપ્ત, રશિયા જેવા દેશોમાંથી પધાર્યા બાળરોગ અને યુરોલોજી નિષ્ણાતો


પેશાબની કોથળીની જન્મજાત ખામી ધરાવતા બાળકોની મદદ માટે સિવિલ મેડીસિટીમાં યોજાયો અનોખો સાત દિવસીય વર્કશોપ

અમદાવાદના આંગણે આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ મેડિસિટી આજે આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માપદંડો અને સ્ટેટ ઓફ ધ આર્ટ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના લીધે મેડિકલ ટૂરિઝમનું હબ બની રહી છે. જેના પરિણામે ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
એ જ દિશામાં સિવિલ મેડિસિટીમાં ૧૭મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ યોજાઈ હતી. સાત દિવસીય વર્કશોપમાં પેશાબની કોથળીની જન્મજાત ખામી ધરાવતા બાળકોની મદદ માટે અમેરિકા, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ, કેન્યા, ઇજિપ્ત, રશિયા જેવા દેશોમાંથી બાળરોગ અને યુરોલોજી નિષ્ણાતો સિવિલ મેડીસિટીમાં એકત્રિત થયા હતા. વર્ષ ૨૦૦૯થી યોજાઈ રહેલી આ વર્કશોપમાં દેશ-વિદેશમાંથી દર્દીઓ અને આરોગ્ય નિષ્ણાતો ભાગ લેવા આવે છે.

આ વર્ષે યોજાઈ રહેલી ૧૭મી વર્કશોપમાં નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો તથા ગુજરાત સહિત ભારતના ૧૨ રાજ્યોમાંથી આવેલા કુલ ૧૭૧ દર્દીઓની બ્લેડર એસ્ટ્રોફીની ખામીની તપાસ કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય બાબત એ પણ છે કે, આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી અંદાજિત સાતથી આઠ કલાક ચાલતી હોય છે. આમ, લગભગ ૧૭૧ જેટલા બાળકોની આ વર્કશોપમાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા ૧૮ બાળકોની બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવ્યા હતા.

આ વર્કશોપમાં વિવિધ સર્જન્સ, એનેસ્થેટિસ્ટ્સ, ફિઝિયોથેરાપિસ્ટ્સ, રેસીડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ ટીમ, રિસર્ચ ટીમ, સેવાભાવી સંસ્થાઓ અને નિરીક્ષણ સર્જનો સહિતના સભ્યોએ ભાગ લીધો હતો. દર્દીઓએ તેમના પરિવારો સાથે તપાસ, પરામર્શ અને સારવારના હેતુસર ભાગ લીધો હતો.

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, વર્કશોપમાં પ્રથમ બે દિવસ દર્દીઓની તપાસ, સઘન ફોલો-અપ અને ચર્ચા-સંવાદના સેશન યોજાયા હતા. બાકીના પાંચ દિવસ દરમિયાન લાંબી જટિલ રી-કન્સ્ટ્રક્ટિવ શસ્ત્રક્રિયાઓ પાર પાડવામાં આવી હતી. જેમાં મૂત્રાશયની એસ્ટ્રોફી/એપિસ્પેડિયાસ ધરાવતા બાળકોની જરૂરિયાત અનુસાર સારવાર અથવા ઓપરેશન કરવામાં આવનાર આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્કશોપના છેલ્લા પાંચ દિવસમાં દરરોજ વિવિધ પ્રકારની ૩ પડકારજનક સર્જરીઓ પૂર્ણ કરવામાં આવી હતી. ૪ આંતરરાષ્ટ્રીય દર્દીઓમાં નેપાળના ૧ અને બાંગ્લાદેશના ૩ દર્દીઓનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તદ્દન નવીન પ્રકારના વર્કશોપ ઉપક્રમમાં લાઈવ સર્જરીઝને કોન્ફરન્સ રૂમમાં જીવંત ચર્ચા સાથે પ્રસારિત કરવામાં આવે છે, જે ભાગ લેનાર બધા જ સર્જનો માટે એક ખૂબ જ મદદરૂપ ઉપક્રમ સાબિત થાય છે. નર્સિંગ ટીમ તમામ જટિલ સર્જરીઓ માટે જરૂરી પ્રી અને પોસ્ટ ઓપરેટિવ સંભાળની ખાતરી કરે છે, જ્યારે સંશોધન ટીમ અને સ્વયંસેવકો દર્દીઓના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને તેમની પાસેથી મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરીને તેમના મનોબળને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.

સૌના સહિયારા પ્રયાસ થકી યોજાનાર આ વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી સાબિત થયો હતો. વિશ્વભરના દર્દીઓને વિનામૂલ્યે મૂત્રાશયની એક્સ્ટ્રોફીની સર્વશ્રેષ્ઠ સારવાર પૂરો પાડનાર આ વર્કશોપ ખરાં અર્થમાં આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો.તથા રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને વેગ આપવામાં આવા ઉપક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે

Related Post