રાજ્યસભામાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ધન્યવાદ પ્રસ્તાવ પર મોદીનો જવાબનો અંદાજ કઇંક અલગ જ હતો. તેઓએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ આપણા માટે પ્રેરણારૂપ છે. તો સાથે કહ્યુ હતુ કે, સાંસદોના વિચારોના કારણે આ ચર્ચા સમૃદ્ધ થઇ હતી. તો રાષ્ટ્રપતિએ “વિકસિત ભારત” મુદ્દે ચર્ચા કરી હોવાનું પણ પીએમે રાજ્યસભામાં કહ્યુ હતુ. તો આ તરફ “સબકા સાથ, સબકા વિકાસ”માં કોઇ અડચણ નહીં હોવાની વાત પીએમ મોદીએ કરી હતી.