Daily Newspaper

ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાનું ઝડપી કાર્યવાહી કરતી SOG પાટણ

ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાનું ઝડપી કાર્યવાહી કરતી SOG પાટણ

 

 પાટણ: પાટણ સીટી એ ડીવીઝન વિસ્તારમાં આવેલ “ કુંજ વિહાર ” ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાનું ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી એસ.ઓ.જી શાખા પાટણ દ્વારા કરવામાં આવી છે.પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાઈ પાટણનાઓને જીલ્લામાં આવેલ ગેસ્ટ હાઉસોમાં ગેસ્ટ હાઉસોના ઓથા હેઠળ અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનુ ધ્યાને આવેલ જે અનુસંધાને કડક અમલવારી કરવા આયોજન કરેલ હોઇ ત્યારે જે.જી.સોલંકી પો.ઇન્સ, SOG શાખા, પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ.જી.શાખા , પાટણની ટીમ હોટલોની ચેકીંગની કામગીરીમાં હોય જે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકત બાતમીના આધારે પાટણ મેઇન બજાર ખાતે ઓમ કોમ્પ્લેક્ષની સામે આવેલ કુંજ વિહાર કોમ્પ્લેક્ષમાં કુંજ વિહાર નામથી ચાલતા ગેસ્ટ હાઉસમાં તેના સંચાલક દેહ વેપાર સારૂ બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી પોતાના ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવે છે.
જેની તપાસ કરતાં હોટલનો મેનેજર મળી આવેલ તથા ગેસ્ટ હાઉસમાં સંચાલક દેહ વેપારનો ધંધો કરાવતો હતો જેમાં કુલ -૦૩ મહિલાઓ અનૈતિક વેપાર અર્થે લાવેલ તથા ૦૧ પુરુષ કસ્ટમર તરીકે મળી આવેલ હોઇ તેઓના વિરૂધ્ધ અનૈતિક દેહ વેપાર અટકાવવાનો અધિનિયમ ૧૯૫૬ ની કલમ -૩,૪,૫,૭ , તથા બી.એન.એસ.કલમ -૨૨૩ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ થવા સારૂ આરોપીને મુદ્દામાલ સાથે પાટણ સીટી એ ડીવી. પો.સ્ટે . સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પકડાયેલ આરોપીની વિગતઃ-( ૧ ) જાવેદભાઇ સ / ઓ ઉસ્માનભાઇ શેખ રહે.ધનેરા , તા.કાંકરેજ , જી.બનાસકાંઠા પકડવાના બાકી આરોપીની વિગતઃ-( ૧ ) નિકુલ ભગાભાઇ ચૌધરી રહે.બેપાદર તા.સરસ્વતી જી.પાટણ કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-( ૧ ) રોકડ રૂ .૩,૦૦૦ / – તથા બે મોબાઇલ કિ.રૂ .૫,૫૦૦ / – ૨ જીસ્ટરનંગ -૧ અને નિરોધના બોક્સ નંગ -૩૦ કિ.રૂ .૦૦ / ૦૦ એમ કુલ રૂ .૮,૫૦૦ / -ના મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Shivkumar Sharma

error: Content is protected !!