Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
ચાણસ્મા હારીજ હાઇવે સીએનજી પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના.મોટી દુર્ઘટના ટળી..

ચાણસ્મા હારીજ હાઇવે સીએનજી પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના.મોટી દુર્ઘટના ટળી..

પાટણ; ચાણસ્મા હારીજ હાઇવે પર CNG પમ્પ નજીક વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી આવતી એસ ટી બસ ને પણ ટક્કર વાગતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

જોકે અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા LPG ગેસના ટ્રેલર સાથે અથડાતા ટ્રેલર હાઇવે પલ્ટી મારી ગયું હતું અને ટ્રકે ટ્રેલરને ટક્કર મારતા અકસ્માતમાં પાછળથી આવતી વલસાડ તરફની ST બસને પણ ટક્કર વાગતા એસ.ટી.ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

જોકે ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાનીહાની ટળી હતી,ટ્રેલર અને ટ્રક નો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થયો. એસ ટી ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતા ચાણસ્મા સિવિલ ખસેડાયો અને ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી.

Related Post