અમદાવાદ
વીર મંગલ પાંડે ઓડિટોરિયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો હતો. આ શોમાં વિજેતા તરીકે મિસમાં દેવાંશી શાહ, કિડ્સમાં તવલેન, મિસ્ટરમાં નિથિન કૃષ્ણા, મિસેસમાં કશ્વી નવાણી અને ટીનમાં જેગ્નાક્ષી પટેલ રહ્યા. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જજ તરીકે ડૉ. સાગર આબિચંદાની, કૃણા મિસ્ત્રી, દીપિકા પાટિલ અને અંજલિ રાઠોડ હાજર હતા.
શોની કોરિયોગ્રાફી દીપ્તિ વોરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જે મુંબઇથી આવ્યા હતા. આ શોમાં ચીફ ગેસ્ટ તરીકે તરુણ બારોટ (પૂર્વ ડીવાયએસપી), દીનેશ કુષવાહ (બાપુનગર વિધાનસભાના ભાજપ ધારાસભ્ય), અમુલ ભાઉ, જીતેન્દ્ર સિંહ રાજપૂત અને ભવાનીસિંહ શેખાવત હાજર રહ્યા હતા.