પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો દાન કરી પુણ્ય કમાય છે પરંતુ મોડાસાના મુન્શીવાડા ગામે ચોરોએ મહાદેવના જ મંદિર માં ચોરી કરી હોવાથી ગ્રામજનોમાં ઉગ્ર રોશ જોવા મળ્યો.ચોરો ના આ કૃત્ય થી સમાજ માં ધ્રુણા ની અગ્નિ પ્રવર્તી છે. હિન્દુઓના આ પવિત્ર માસમાં ભક્તો ની આસ્થા સમા મંદિરો માં ચોરી થાય તે પોલીસ નું પણ નાક કાપવા જેવું કહેવાય. જો કે હવે પોલીસ ચોર ને કેવીરીતે પકડશે તે તો જોવાનું રહ્યું છે. ઘટના નો વિડીયો જુઓ
મંદિર માં ત્રણ બુકાનીધારી ચોરો દ્વારા કટર થી તાળા કાપી દાનપેટી માંથી રોકડ તેમજ અન્ય દાન સામગ્રી ની ચોરી કરી.ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા CCTV માં કેદ થઈ. ગામના મુખી અને સરપંચ દ્વારા પોલિસ ને જાણ કરી આગળની તપાસ હાથ ધરી.