Daily Newspaper

બાયડના જીતપુર ગામે વાૅટર વર્કસર્ની જર્જરીત ઓવરહેડ ટાંકો સત્વરે ધરાશાયી કરવા માંગ

બાયડના જીતપુર ગામે વાૅટર વર્કસર્ની જર્જરીત ઓવરહેડ ટાંકો સત્વરે ધરાશાયી કરવા માંગ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે આવેલ વોટર વર્કસર્ની પીવાના પાણીની ટાંકી ખરાબ બિસ્માર જર્જરિત હાલતમાં કેટલાય ઘણા લાંબા સમયથી જાહેર રોડ રસ્તાની બાજુમાં આવેલી છે.આ ખરાબ બિસ્માર જર્જરીત પીવાના પાણીની ટાંકીની ની બાબતને લઈનેગ્રામજનો દ્વારા ઘણી બધી મૌખિક રજૂઆત કરવા છતાં આજરોજ સુધી જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે વહીવટદાર જેવા સત્તાધીશો તથા હોદ્દેદારો દ્વારા આખ આડા કાન કરી રહ્યા છે.

આવી ગંભીર પરિસ્થિતિ ધ્યાનમાં લેવામાં આવતી નથી અને આ પંચાયત ઘણા કેટલાય લાબાસમયથી વૃક્ષ નિકંદન પ્રશ્નોને લઈને હોય કે દબાણદારો ના પ્રશ્નોને લઈનેઅથવા તો જાહેર રાજમાર્ગ ધોરીમાર્ગ ઉપરગંદકીના પ્રશ્નોના લઈને ઘણા કેટલાય સમયથી વાદવિવાદના વંટોળમાં સપડાયેલી આ પંચાયત પોતાના વિકાસના કાર્યો અને ફરજોમાં સાવ નિષ્ફળ અને બોગસ ખરાબ વહીવટ તથા નાની મોટી ગેરીતિઓ અને સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી તથા જીતપુર ગુપ ગ્રામ પંચાયતના વહીવટદારની માસમાં બે વાર હાજરીને લઈને ગ્રામજનો તથા નાગરિકો ખૂબ જ પોતાના વિકટ પ્રશ્નોનો આ નિરાકરણ માટે ખૂબજપરેશાન થઈ રહ્યા છે.

અરજદારોના સત્ય પ્રશ્નોને લઈને લેખિત અરજીના અનુસંધાને કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ખરાબ બિસ્માર જર્જરીત પીવાના પાણીની ટાંકીની બાજુમાં ઈલેક્ટ્રીક પાવરની ડીપી આવેલી હોય આ ટાંકી અચાનક ધરાશાય થશે તો જાહેર રોડ રસ્તામાં અવરજવર કરતા વાહન વ્યવહાર કે અન્ય નાગરિકોમાં તથા ગ્રામજનો તથા શૈક્ષણિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અવરજવર કરતા હોય છે તેવા સમયે આ પીવા ના પાણીની ટાંકી ની બાજુમાં ઈલેક્ટ્રીક પાવરની ડીપી ઉપર પડશે તો અથવા ધરાશાય થશે તો ઈલેક્ટ્રીક ચાલુ પાવર દરમિયાન કરંટ લાગવાની શક્યતાઓ હોવાથી અને કોઈ મોટી જાનહાની ન થાય તેપહેલા આવી ખરાબ બિસ્માર જર્જરીત હાલત વાળી પીવાના પાણીની ટાંકી સત્વરે ઝડપથી પાડી દેવામાં આવે તેવી ગ્રામજનોની તથા નાગરિકોની માંગ ઉઠવા પામી છે.

admin1

error: Content is protected !!