Daily Newspaper

હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી હારીજ પોલીસ..

હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી હારીજ પોલીસ..

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ હારીજ પોલીસે શોધી કાઢ્યો છે.જેમાં મે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા મે.પોલીસ અધિક્ષક વી.કે.નાઈ, પાટણ તથા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગનાઓએ જુગાર/પ્રોહીના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એ.શાહ હારીજનોઓના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો પ્રોહી જુગાર લગત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે હારીજ ગાયત્રીનગર સોસાયટી શીશુ મંદિર પાસે અહેમદભાઇ બચુભાઇ ના રહેણાક મકાનની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા કેટલાંક માણસો ભેગા મળી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગે.કા પૈસા તથા ગંજી પાનાનો તીન પતીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે પંચો સાથે જુગાર અંગે રેડ કરતા ત્રણ ઇસમોને રોકડ રકમ રૂ. ૧૨૪૦૦/- તથા ગંજીપાના નંગ-પર કિ રૂ ૦૦/૦૦ ના મળી કુલ કિ.રૂ. ૧૨૪૦૦/- ના મુદ્દામાલ સાથે પાડી જુગારધારા કલમ-૧૨ તથા બી.એન.એસ. કલમ ૧૧૨(૨) મુજબની કાર્યવાહી કરી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) વકિલસંગ ચતરસંગ ઠાકોર રહે. હારીજ જાળાવાળી ચાલી તા.હારીજ જી.પાટણ (૨) નિતિનજી દશરથજી ઠાકોર રહે. હારીજ ઝાપટપુરા તા.હારીજ જી.પાટણ (૩) રમેશભાઇ લવજીભાઇ રાવળ રહે. હારીજ ઝાપટપુરા તા.હારીજ જી.પાટણ કબ્જે કરેલ મુદામાલની વિગતઃ- (૧) રોકડ રકમ રૂ. ૧૨,૪૦૦/- તથા (૨) ગંજીપાના નંગ-પર

Shivkumar Sharma

error: Content is protected !!