Daily Newspaper

ATSને મળી ફરી સફળતા: 500 કિલો માદક પદાર્થ ટ્રામાડોલનો જથ્થો ઝડપી પાડ્યો

ATSને મળી ફરી સફળતા: 500 કિલો માદક પદાર્થ ટ્રામાડોલનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદ,  : ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડી પાડવામાં આવેલ ૧૦૭ કિલો ગેરકાયદેસર માદક પદાર્થ અલ્ટ્રાઝોલમના જથ્થાના કેસમાં અમદાવાદના ધોળકા ખાતેથી ૫૦૦ કિલો ગેરકાયદેસર માદક પદાર્થ ટ્રામાડોલનો જથ્થો પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયનાઓની બાતમી આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ અલ્ટ્રાઝોલમનો ૧૦૭ કિલોનો જથ્થો કિં. રૂ. ૧૦૭ કરોડનો તથા રોકડ રૂ. ૩૦ લાખ જપ્ત કરવામાં આવેલ અને ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તેમજ ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધવામાં આવેલ.

તપાસ દરમ્યાન પકડાયેલ આરોપી રણજીત ડાભીની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, ગેરકાયદેસર ટ્રામાડોલનો ૫૦૦ કિલોગ્રામનો જથ્થો આરોપી રણજીત ડાભી નાઓએ પોતાના ભોગવટાના ધોળકા ખાતેના દેવમ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉન નં ૫૪ ખાતે છુપાવી રાખેલ છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ.ના ના.પો.અધિ. હર્ષ ઉપાધ્યાયનાઓના માર્ગદર્શન હેઠળ એ.ટી.એસ.ના પો.ઇન્સ.તથાત.ક.અધિ સી.એચ. પનારા, પો.ઇન્સ. વી.બી.પટેલ, પો.ઇન્સ. પી.બી.દેસાઈ તથા પો.વા.સ.ઇ. ડી.વી.રાઠોડ તથા તેઓની ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યા ઉપર રેઇડ કરી ૫૦૦ કિલો ગેરકાયદેસર ટ્રામાડોલ નો જથ્થો જેની કિં રૂ. ૪૦-૫૦ કરોડ થાય છે, તથા ૪૯૮૦૦ નંગ પેકીંગ બોક્ષ કિં. રૂ. ૧ લાખ તથા પેકેજીંગ ફોઇલના રોલ નંગ ૬ કિં. રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ATS એ ફરી માદક પદાર્થનો જથ્થો પકડી પાડી ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા રોકવામાં સફળતા મેળવી છે.

Shivkumar Sharma

error: Content is protected !!