વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુઝર ઓડિયો ફાઇલને સીધી ટેક્સ્ટ ફાઇલમાં કન્વર્ટ કરી શકશે. વોટ્સએપ ઓડિયો નોટ્સનો ઘણો ઉપયોગ થાય છે. ઘણી વાર કોઈ વ્યક્તિને લખવાનો કંટાળો આવતો હોય ત્યારે એ વ્યક્તિ વોઇસ નોટ્સ સેન્ડ કરી દે છે. જોકે જે વ્યક્તિને આ મેસેજ મળે છે એના માટે એ ઓડિયો મેસેજ નહીં, પરંતુ ટેક્સ્ટ મેસેજમાં જરૂરી હોય એ બની શકે છે. આ માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે વોટ્સએપે હવે પોતાની જ એપ્લિકેશનમાં આ ફીચરનો સમાવેશ કરી દીધો છે.