ગોધરા(પંચમહાલ), આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, ગોધરા ખાતે “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનીંગ ઓન એગ્રિકલ્ચરલ એંજિનિયરિંગ બેજ્ડ ઇન્ટરવેનશન્સ” યોજના અંતર્ગત રિન્યુએબલ એનર્જી એંન્જીનિયરિંગ વિભાગ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, ગોધરા ખાતે “ઉર્જા સંરક્ષણ જાગૃતિ” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, ગોધરાના આચાર્ય અને વિધ્યાશાખાઅધ્યક્ષ ડૉ.આર.સુબ્બૈયાહના માર્ગદર્શન હેઠળ આયોજીત વર્કશોપમાં આર.ઈ.ઈ.વિભાગના પ્રાધ્યાપક અને વર્કશોપ કૉ-ઓર્ડીનેટર ડૉ.ડી.કે.વ્યાસ દ્વારા વર્કશોપનું સંચાલન કરવામાં આવ્યુ હતું. જેમાં કોલેજના ૭૫ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપમાં કોલેજના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને હાલમાં વધારે પડતા પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં થતા ફેરફાર, નેટ ઝીરો એમીશન, કાર્બન ક્રેડિટસ ઉર્જા સંરક્ષણ એ ઓછી ઉર્જા સેવાઓનો ઉપયોગ કરીને નકામી ઊર્જાના વપરાશને ઘટાડવો અને રોજીંદા જીવનમાં ઊર્જાનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરીને પણ ઉર્જાનું સંરક્ષણ કરી શકાય છે તે વિશે માહિતગાર કરવામાં