દિલ્હીના શીશ મહલની ચર્ચા રાજનૈતિક ગલીઓમાં જોર શોરથી થઇ રહ્યા છે. આ શીશ મહલ આમ આદમી પાર્ટીની ઓળખ બની ગયુ છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આ મુદ્દે આરોપ લગાવી રહ્યુ છે. આ આરોપ કેમ થઇ રહ્યા છે. શું છે તે પાછળનું સત્ય તે માટે જુઓ આ સમગ્ર મામલો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ હમેંશા રણશિંગુ ફૂકતા અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ માટે આ શીશ મહલનો મુદ્દો ગરમાયો છે.
શીશ મહલ બનશે મુસિબત ?
શીશ મહલ માટે જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. જો એટલો ખર્ચો દિલ્હીના કામકાજમાં લગાવ્યો હોત તો દ્રશ્ય કંઇ ક અલગ જ હોત. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શીશ મહલની ચર્ચા જોરો શોરોથી થઇ રહી છે. ત્યારે આ મુદદ્દો આમ આદમી પાર્ટી માટે મુસીબત ન બને તે માટે તમામ પ્રયાસ હાથ ધરાયા છે. 64 લાખના ટીવીથી લઇને 5 કરોડના રિમોટવાળા પર્દા સુધી તમામ વસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ શીશ મહલને લઇને ભાજપે આમ આદમી પાર્ટી પર આરોપો લગાવ્યા છે. અરવિંદ કેજરીવાલના શીશ મહલ મુદ્દે ભાજપે તમામ વસ્તુઓના ભાવ સોશિયલ મીડિયા પર મુક્યા છે. અને જનતાનો પૈસો ક્યાં વપરાઇ રહ્યો હોવાનો ટોણો પણ માર્યો છે. ભાજપે દિલ્લી સીએમ હાઉસ મામલે આરોપ કર્યા છે.
AAPએ દિલ્હીમાં બનાવ્યો ભ્રષ્ટાચારનો રેકોર્ડ:BJP
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલે શીશ મહલના બાંધકામ માટે કોરોડો રૂપિયા ખર્ચા કર્યા છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલે સત્તા પર આવતા સમયે કહ્યુ હતુ કે, તેઓ સરકારી ઘર નહીં લે તેમાં વસવાટ નહી કરશે. પરંતુ CAGએ તમામ હકીકત જનતા સમક્ષ મુકી છે. અને સત્ય શું છે તે બાબતે માહિતી પણ આપી છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આરોપ લગાવતા જણાવ્યુ છે કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સોથી મોટો ભ્રષ્ટાચાર આદર્યો છે. વર્ષ 2014માં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બની ત્યારથી લઇને હમણા સુધી તેમના 15 ધારાસભ્યો જેલની હવા ખાઇ ચુક્યા છે. AAPના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ જેલમાં જઇ ચુક્યા છે. અનુરાગ ઠાકુરે વધુમાં કરપ્શન મુદ્દે વાત કરતા કહ્યુ હતુ કે, જો કોઇ પક્ષને ભ્રષ્ટાચારમાં રેકોર્ડ બનાવ્યો છે તો આમ આદમી પાર્ટી છે.