અરવલ્લીમાં કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લિકેજ થતા દોડધામ મચી હતી જેમાં શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લિકેજ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિત પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો,તો ગેસ લિકેજ થતાની સાથે જ આસપાસના ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
આસપાસના લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ
ધનસુરા-બાયડ હાઈવે પર કોલ્ડ સ્ટોરેજ આવેલુ છે અને ત્યાં અચાનક ગેસ લિકેજ થવાની ઘટના બની છે,જેના કારણે સ્થાનિકો પણ ગભરાઈ ગયા છે,ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,ત્યારે ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ તપાસ હાથધરી છે.ફાયર વિભાગે હાલમાં ગેસનો વાલ્વ બંધ કરી દીધો છે.
ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી બચવા આટલું ધ્યાન રાખો
ગેસ સિલિન્ડરના વિસ્ફોટને ટાળવા અને તેનાથી બચવા માટે ગૃહિણીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોઈ કર્યા બાદ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરની સ્વીચ બંધ કરી દેવી જોઈએ. જો ગેસ સિલિન્ડર ચાલું રાખવામાં આવે તો ગેસનો બગાડ થાય છે. રસોડાની બારી હંમેશા ખુલ્લી રાખવી જોઈએ. જો બારી બંધ હોય તો ગેસ આખા રૂમમાં પ્રસરી જાય છે. પરિણામે વિસ્ફોટ સર્જાય છે. ગેસ પાઇપ લીક થઈ રહી છે કે નહીં તેની પણ નિયમિતપણે ચકાસણી કરતાં રહેવું જોઈએ. આ માટે, સાબુ પાવડર અને પાણીને મિક્સ કરો અને સાબુનું દ્વાવણ બનાવવું. આ દ્વાવણને હોસપાઈપ, રેગ્યુલેટર, વાલ્વ વગેરે પર લગાવો. જે પણ જગ્યાએ લીકેજ હશે, ત્યાં આ દ્રાવણ મોટા પરપોટા બનાવીને પ્રતિક્રિયા આપશે. આ જગ્યા લીકેજનું સૂચન કરે છે. જેનો જલ્દી નિરાકરણ લાવી દેવું જોઈએ.
ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.