દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરાયુ છે. તમામ 70 બેઠકો પર મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અહીં કેટલાક મતદાતાઓ ઉમેદવાર તરીકે ઉભા છે. પરંતુ તેઓ પોતાના બેઠક માટે જાતે મત આપી શકશે નહી. આ હરોળમાં અલકા લાંબા, મનિષ સિસોદિયા જેવા અન્ય ઉમેદવારોના નામ સામેલ છે. આના માટે કયું કારણ જવાબદાર છે તેના પર એક નજર કરીએ.
દિલ્હીમાં કેમ પોતાને વોટ નહીં આપી શકે ઉમેદવાર ?
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે બેઠક નહીં પરંતુ પ્રેદેશના મતદાતા હોવું જરૂરી છે. દિલ્હીના મતદાતા છો તો તમે ગમે તે બેઠક પર ચૂંટણી લડી શકો છો. પરંતુ એમસીડીની ચૂંટણીમાં આ વલણ નથી. એમસીડી ચૂંટણીમાં તમે જે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છો તે વોર્ડના મતદાતા હોવું જરુરી છે. લોકસભા ચૂંટણીમાં નાગરિક કોઇપણ રાજ્યનો મતદાતા હોય તો પણ તે ચૂંટણી લડી શકે છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં જે રાજ્યથી ચૂંટણી લડવા ઇચ્છો છો તે રાજ્યના વોટર હોવા જરૂરી છે. દિલ્હીમાં એવા ઘણાએ મતદાતા છે જેઓ વોટ બીજી બેઠકને આપે છે. અને ઉમેદવાર અન્ય બેઠકના છે. તેથી તેઓ પોતાને વોટ આપી શકશે નહી.
કોંગ્રેસ, ભાજપ, આપના ઉમેદવારના નામ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં જે ઉમેદવાર પોતાને મત નહીં આપી શકે તેમાં મનિષ સિસોદિયાનું નામ પણ સામેલ છે. તો કોંગ્રેસના અલકા લાંબા પણ આ જ હરોળમાં છે. તો ભાજપના રમેશ બિઘૂડીનું નામ પણ છે. તો કપિલ શર્મા પણ પોતાને મતદાન નહી કરી શકે. આમ અન્ય કેટલાયે ઉમેદવાર છે જેઓ પોતાના માટે મતાધિકારનો ઉપયોગ નહી કરી શકે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોના માથે યશ કલગી સજાવી શકાશે તે તો આગામી સમયમાં ખબર પડશે.