એસ.એમ.પટેલ સ્કૂલ, બાવળા ખાતે યોજાયેલી ખો ખો સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધાઓ બાવળાની એસ.એમ.પટેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી.
ભાઈઓ અને બહેનો માટે યોજાયેલી એક દિવસીય ખો ખો સ્પર્ધાઓમાં કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો હતો. અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ ૧૭ વય જૂથમાં ખેલાડીઓ ભાઈઓ બહેનોએ ખો ખો સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. અંડર ૧૪માં ભાઈઓની ૧૦ ટીમો અને બહેનોની ૧૬ ટીમો, અંડર ૧૭માં ભાઈઓની ૮ ટીમો અને બહેનોની ૬ ટીમો તથા અબોવ ૧૭ વય જૂથમાં ભાઈઓ અને બહેનોની ૪-૪ ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા રમતગમત અધિકારી ડો. અમિત ચૌધરી અને બાવળા તાલુકા રમત કન્વીનર કિશનભાઇએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. તાલુકા કક્ષાની સ્પર્ધાઓની વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ ભાગ લેશે.