Daily Newspaper

આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”

આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”

અમરેલી,  અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી સારવાર અને સ્વાસ્થ્યનો વિશ્વસનીય સહારો બની શકે તે માટે અદ્યતન સુવિધાઓ સાથે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે માન. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય કેબિનેટ પૂર્વ મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વૈકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 100 બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનુ લોકાર્પણ કરવામાં આવ્યું. જે આરોગ્ય, સેવા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પૂ. મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ પૂજ્ય સંતો, સ્થાનિક હોદ્દેદારો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પિતથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ અને અત્યાધુનિક સારવાર મળી રહેશે.

Shivkumar Sharma

error: Content is protected !!