Daily Newspaper

 સાબરમતી લોકોમોટિવ શેડએ “રેલવે ઈલેક્ટ્રિફિકેશનના 100 વર્ષ” પર ઉજવ્યો ઉત્સવ

 સાબરમતી લોકોમોટિવ શેડએ “રેલવે ઈલેક્ટ્રિફિકેશનના 100 વર્ષ” પર ઉજવ્યો ઉત્સવ

 

અમદાવાદ,   ભારતીય રેલવેના વિદ્યુતીકરણના 100 વર્ષોની મહત્વપૂર્ણ મુસાફરીને ચિહ્નિત કરવા માટે સાબરમતી લોકોમોટિવ શેડ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વિઝિટ આયોજિત કરવામાં આવી, જેમાં તેમને ભારતીય રેલવેના ઈલેક્ટ્રિફિકેશનના સમૃદ્ધ ઈતિહાસ અને ટેકનિકલ પ્રગતિથી માહિતગાર કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ દરમિયાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલવેના વિદ્યુતીકરણથી સંબંધિત મહત્વપૂર્ણ પાસાઓ અને તેમના ફાયદાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. આની સાથે જ એક પેઈન્ટીંગ સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મકતાનું પ્રદર્શન કર્યું. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

સાબરમતી લોકોમોટિવ શેડના કર્મચારીઓએ આ આયોજનને સફળ બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવી અને ભવિષ્યમાં આ પ્રકારના આયોજનોને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા દર્શાવી. આ આયોજને વિદ્યાર્થીઓને રેલવેના વિદ્યુતીકરણના ઈતિહાસને સમજવા અને તેની ટેકનિકલ પ્રગતિને જાણવાનો મહત્વપૂર્ણ અવસર ઉપલબ્ધ કરાવ્યો.

Shivkumar Sharma

error: Content is protected !!