કેટલીકવાર એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. નાગપંચમીના દિવસે સાપ નીકળે છે તેવી જ રીતે સાવન માં પૂજા સમયે સાપ શિવલિંગને વળગી રહે છે. આવી જ એક ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હનુમાનજી મંદિરમાં વાનર ગદા લઈને બેસી જાય છે.
જાણો વાનરે શું કર્યું
સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંદિરમાં વાનર મંદિરના ગર્ભગૃહમાં આવે છે, ત્યારબાદ કંઈક એવું થાય છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
વાનરે આપ્યા ભક્તોને આર્શીવાદ
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાનર હનુમાનજીના મંદિરમાં ઘૂસ્યો અને ગદા લઈને બેસી ગયો અને દર્શનાર્થી ભક્તોને આશીર્વાદ આપવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રાણા સાહેબ ભૂપેન્દ્ર સિંહ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્યાંનો છે, તેની કોઈને જાણ નથી, પરંતુ ભક્તો આ વીડિયો જોઈને પોતાની ભગવાન પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.
ભક્તોએ આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની ઝડપે વાયરલ થઈ રહ્યો છે, ભક્તો અને શ્રદ્ધાળુઓ આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે જય શ્રી રામ. બીજા યુઝરે લખ્યું છે કે જય હનુમાન, જય બજરંગબલી. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે જય સીતારામ, જય સીયારામ. આ સિવાય અન્ય યુઝરે પણ પ્રણામ વાળા ઈમોજી કોમેન્ટ સેક્શનમાં શેર કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયાને આધારે આ સમાચાર લખવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી અને કોઈપણ પ્રકારની ભગવાન પ્રત્યેની લાગણીને ઠેસ પહોંચાડતું નથી.