અમદાવાદ
આ અત્યંત ગૌરવની વાત છે કે “ PATHCONBJ 2025 ” રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ ગુજરાતમાં આયોજિત થવા જઇ રહી છે. આ કોન્ફરન્સ બી જે મેડિકલ કોલેજ – પેથોલોજી વિભાગ, દ્વારા આયોજિત થવાની છે. આ રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ ગતીશીલ ગુજરાત માં આયોજિત કરવા માં આવે છે અને આયોજક તરીકે બી જે મેડિકલ કોલેજ, પેથોલોજી વિભાગ ને અત્યંત ગૌરવ અને આનંદની અનુભૂતી થાય છે.
આ કોન્ફરન્સ માં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પેથોલોજી ના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ જ્ઞાન દર્દી નાં રોગનુ સચોટ અને સમયસર નિદાન કરવામાં ખુબજ ઉપયોગી સાબીત થશે.
આ કોન્ફરન્સનો મુખ્ય હાર્દ કેન્સર જેવા અસાધ્ય અને જટીલ રોગો જેવાકે,લોહીનુ કેન્સર – લીમ્ફોમા, બ્રેઈન કેન્સર અને હિમોફિલિયા જેવા લોહીના અન્ય જન્મજાત રોગોની અદ્યતન નિદાન પધ્ધતીઓ ઉપર જ્ઞાન આપવા માં આવશે અને સચોટ અને સમયસર નિદાનની આધુનિક પધ્ધતીઓ વિશે વિચાર વિમર્શ કરવાનો છે. જે ગુજરાતનાં અને સમગ્ર દેશના પેથોલોજિસ્ટ, અધ્યાપકો અને મુખ્યત્વે અનુસ્નાતક વિદ્યાથીઓ માટે અત્યંત મદદરૂપ થશે. આ અભિગમથી દેશમાં ચાલતા કેન્સર સ્ક્રીનીંગ અને જેનેટીક સ્ક્રીનીંગ પ્રોગ્રામની સફળતા અનેકગણી વધી જ્શે અને સામાન્ય નાગરિકમાં કેન્સર અને હિમોફિલિયા, થેલેસેમીયા અંગેની જાગૃતતા ફેલાશે. આ કોન્ફરન્સમાં પેથોલોજી નિદાનની અતિ આધુનિક ટેકનિકો જેમકે ફ્લોસાયટોમેટ્રી, મોલીક્યુલર ડાયાગનોસટીક ટેકનિક વગેરે અને AI (Artificial Intelligence) નો પેથોલોજીમાં ઉપયોગ વિશે વિસ્તારથી જ્ઞાન આપવામાં આવશે જે ગુજરાતના અને દેશ ના તબીબો અને વિધ્યાથીઓને ઉપયોગી થશે
આપણું ગતીશીલ ગુજરાત હમેશા સામાન્ય જન ને, છેવાડાના નાગરીકો ને ઉત્તમ આરોગ્ય સેવા સદાય અને સમયસર મળી રહે તે માં અગ્રેસર રહેલ છે. અને સમગ્ર દેશ ને તેનો માર્ગ ચીંધે છે. આ પ્રતિષ્ડિત નેશનલ પેથોલોજી કોન્ફરન્સમાં ગુજરાતના અને દેશના ૬00 પેથોલોજીસ્ટ, અધ્યાપકો અને અનુસ્નાતક વિદ્યાથીઓ ભાગ લેશે. આ કોન્ફરન્સમાં ૧૬૦ પેપર અને પોસ્ટર અનુસ્નાતક વિદ્યાથીઓ રજુ કરવાના છે અને પહેલા 3 વિજેતાઓ ને સન્માનિત કરવામા આવશે.