Daily Newspaper

Modasa: ઉ.ગુ.માં મંગળવારે પારો ઊંચકાઈને 40.7 ડિગ્રી પહોંચ્યો, રાત્રિનું તાપમાન ઊંચકાયું

Modasa: ઉ.ગુ.માં મંગળવારે પારો ઊંચકાઈને 40.7 ડિગ્રી પહોંચ્યો, રાત્રિનું તાપમાન ઊંચકાયું


હવામાન વિભાગે અરવલ્લી અને સાબરકાંઠામાં 2 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. જો કે માવઠુ થાય તે પહેલાં ઉનાળો આકરો તપવા લાગ્યો છે. મંગળવારે મહત્તમ તાપમાનમાં વધારો થયો હતોઅ ને પારો 40 ડિગ્રીને પાર કરી જતાં લોકોને કાળઝાળગરમી સહન કરવી પડી હતી.

ભર ઉનાળે વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 એપ્રિલે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થાય તેવી વકી છે. જો કે આ આગાહી વચ્ચે ઉનાળો પણ તપવા લાગ્યો છે. ફરીથી ગરમીનો પારો ઉચકાવા લાગ્યો છે અને મંગળવારે ડીસાનું મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયુ હતું. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દિવસે પારો 40 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થયા હતા. રાત્રે પણ અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે આજે માવઠાની આગાહી હોય વાતાવરણ કેવુ રહે છે તેના ઉપર લોકોની નજર ઠરી છે.



Source link

error: Content is protected !!