બાયડ તાલુકાના પશ્ચિમ ગાળાના જીતપુર ગામે આવેલ બહુચર માતાજીના મંદિર કાઠે આવેલ તળાવ તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જીતપુર ગામમાં આવેલ બહુચર માતાજીના મંદિર કાંઠે આવેલ પુરાણું તળાવ અગાઉના વર્ષોમાં એકવાર આ તળાવ ઓવરફ્લો થયેલ હતું.
ઘણા વર્ષો વિત્યા બાદ અને બીજી વાર મેઘરાજાની લાંબા વરસાદના વિરામ બાદ કુદરતની કહેર કહો કે મેઘરાજાની મહેરબાની કહો ગાજવીજ તથા પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા આ તળાવ ચારે દિશાઓથી છલોછલ ભરાઈ જતાં અને ઉભરાઈ જઈ ઓવર ફ્લો થઈ વધારાનું પાણી બહાર નીકળતા આ તળાવ નો નજારો જોવા માટે સૌ કોઈખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓ માટે ખેતી વિષયક માટેનું આ એક પાણીનું સ્ત્રોત ગણાતું આ ખૂબ વિશાળ તળાવ ભરાવાના કારણે ચાંદરેજ અમિયાપુર આંબલીયારા, રૂગનાથપુર વજેપુરાગામ, વજેપુરા કંપા,ધનપુરા કંપા, જંત્રાલ કંપા અને તમામ ગામડાઓના ખેડૂતોમાં તથા ગ્રામજનોમાં ખુબ ખુશાલી નો માહોલ જોવા મળ્યો હતો.
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જીતપુર ગામના તમામ ગ્રામજનો તથા નાગરિકોમાં ખૂબ આનંદ છવાઈ ગયો હતો અને મેઘરાજાનો ખુબ ખુબ આભાર માન્યો હતો